નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું ન્યૂઝમાં વિગતવાર સમાચારો નિહાળો કુકરમુંડાના મટવાલ ચેકપોસ્ટ નજીકથી મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી સોનુ ઉરફે શાહરુખ પઠાણને મટવાલ ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી રિક્ષામાં બેસી મહારાષ્ટ્ર રાજ્ય તરફ ભગવાની ફિરાકમાં હતો. પોલીસે સમયસર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડોલવણ પંથકમાં વરસાદી ઝાપટું ગરમીથી લોકોને મળી આંશિક રાહત. ડોલવણ તાલુકાના ઘરણી સહિતના આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સવારે અચાનક વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકડાટ વચ્ચે વરસાદને કારણે લોકોને આંશિક રાહત મળી હતી વરસાદ બાદ ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે વાતાવરણ પણ સુહાવણું બન્યું હતું તાપી જિલ્લા સેવાસદરના ગેટ નજીક શિક્ષક મહાસંઘનું ધરણા પ્રદર્શન 2010 ના પૂર્વના શિક્ષકોને ટેટમાંથી મુક્તિની માંગ તાપી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા સેવા સદનના ગેટ નજીક ધરણા પ્રદર્શન કરી વિવિધ પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહાસંઘે વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા સહિત શિક્ષકોના હિત સાથે જોડાયેલી વિવિધ માંગણીઓ રજૂ કરી હતી અને પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ઉચ્છલના ચરબુંદા ગામે દૂધના ટેંકર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત એકનો મોત એક ઈજાગ્રસ્ત ઉચ્છલ તાલુકાના ચરબુંદા ગામ નજીક દૂધ ભરેલા ટેંકર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક ઋષિકેશભાઈ જાધવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આકાશભાઈ કોડી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ હાથ ધરી ટેંકર ચાલક આલોક શર્મા સામે ગુનો નોંધ્યો છે વ્યારાના વોર્ડ નંબર બે માં પાણીની સમસ્યાને લઈ કોંગ્રેસનો પાલિકા કચેરીએ આવેદન પત્ર વ્યારા કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખની આગેવાનીીમાં વોર્ડ નંબર બે વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઈ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે વિસ્તારમાં પાણી પુરવઠાનો સમય નિશ્ચિત નથી તેમજ ઓછા ફોર્સથી પાણી આવતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી નિયમિત અને પૂરતા દબાણ સાથે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. સોઘડમાં જન કલ્યાણ શિબિર લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું સોંગ નગર ખાતે આવેલ હોલમાં આયોજિત જન કલ્યાણ શિબિરમાં રાજ્યના મંત્રી જયરામભાઈ ગામિતના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સરકારની 12 વર્ષની સિદ્ધિઓ દર્શાવતી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લા 181 અભ્યમની કાઉન્સલિંગથી પતિ પત્ની વચ્ચે સમાધાન પરિવાર ફરી એક થયો ઉકાઈ તાલુકાની એક મહિલાની ફરિયાદના આધારે 181 અભ્યમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પતિ પત્નીનું કાઉન્સલિંગ કર્યું હતું પતિને શંકા વહેમ અને નશાથી દૂર રહી પરિવાર પ્રત્યે જવાબદારી પૂર્વક વર્તવાની સમજ આપવામાં આવી હતી. ટીમની સમજવાટ બાદ બંને વચ્ચે સમાધાન થતા પરિવાર ફરી એક થયો હતો તાપીમાં પ્રોજેક્ટ સક્ષમ 1.0 નો પ્રારંભ શિક્ષણની ગુણવત્તા સુધારવા કલેક્ટરનો ભાર તાપી જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત શૈક્ષણિક ચિંતન શિબિરમાં કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે પ્રોજેક્ટ સક્ષમ 1.0 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની સૌની જવાબદારી છે શિબિરમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા એનપી 2020 ના અમલીકરણ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે બુલેટીનમાં બસ આટલું જ લાઈક શેર કોમેન્ટસ કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત

