HomeNews19/06/2026 તાપી જિલ્લાના સમાચાર

19/06/2026 તાપી જિલ્લાના સમાચાર

નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું ન્યુઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડમાં ગાંજાના જથ્થા સાથે એક શખસ ઝડપાયો સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો વાલોડ પુલ ફળયા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી વનસ્પતિજન્ય ગાંજાનું વેચાણ કરતા અબ્દુલ કાદીર ઉરફે કાલીયો બાગીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી 145 ગ્રામ ગાંજો વજન કાટો મોબાઈલ સહિત રૂપિયા 13000 થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં ગાંજો પૂરો પાડનાર અજીત શાહને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડોલવણના ઉમરવાવ નજીક ગામે દુકાનની પજારીમાંથી લાખોનો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામમાં પોલીસે દરોડા પાડી દુકાનની પજારીમાંથી રૂપિયા 45 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ધર્મેશ ચૌધરીને ઝડપી પાડી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. વ્યારાનગરના વોર્ડ નંબર સાતની કામગીરીને સભ્યએ કરી સ્થળ તપાસ. ગુણવત્તા જળવાય તે માટે એક્શન મોડમાં આવી કરી રજૂઆત. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબરસાત ના સભ્ય વિપુલભાઈ બથવારે વિસ્તારમાં ચાલી રહેલી બ્યુટીફિકેશનની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું કામગીરી દરમિયાન કેટલાક સ્થળોએ ગુણવત્તા અંગે સુધારાની જરૂરાત જણાતા તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલા લેવા માંગ કરી છે. વિકાસના કામોમાં ગુણવત્તા જળવાય અને નાગરિકોને લાંબાગાળે લાભ મળે તે હેતુથી સભ્ય દ્વારા કરાયેલી આ કામગીરીને સ્થાનિકોમાં આવકાર મળ્યો છે. તાપી જિલ્લા કોંગ્રેસે ઉપપ્રમુખ આશીષ ગામિતને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા ઝાખરી તાલુકા પંચાયત બેઠકના સેક્ટર પ્રમુખ આશીષભાઈ બળવંતભાઈ ગામિતને કોંગ્રેસ પક્ષ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન 12 કરંજવેલ જિલ્લા પંચાયત બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારના વિરોધમાં કામગીરી કરવાના આક્ષેપોને પગલે પક્ષે આ કાર્યવાહી કરી હોવાનું જણાવાયું છે. ઉછલના બાબરઘાટ બે કન્યા નિવાસી શાળામાં શિક્ષકોને કારણ વિના છૂટા કરાયાનો આક્ષેપ ઉછલ તાલુકાના વડપાડા નેસુ સ્થિત પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા બાબરગાઢ બે ના એલએમસી શિક્ષકોને પૂર્વ જાણ કર્યા વિના ફરજ પરથી દૂર કરાયાના હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે વર્ષોથી સેવા આપી 100 ટકા પરિણામ આપનાર શિક્ષકોને ફરીથી નિયુક્ત કરવા માંગ સાથે સોંગળ પ્રાયોજનના વહીવટદાર અને ઉછલ મામલદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તાપી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પ્રોહીબિશનમાં ગુનામાં સંડોવાઈલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો ટાપી એલસીબી અને પેરલ ફ્લોસ કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સોંઘણના ઓટા ચાર રસ્તા નજીકથી પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી જયેશભાઈ શંકરભાઈ રાઠોડ રહે સોંઘણને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે અગાઉ નોંધાયેલા ગુનામાં સંદર્ભે કાર્યવાહી કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને સોંગડ પોલીસને સોપવામાં આવ્યો છે. ઉછલના પાટીબંધારા આશ્રમ શાળામાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ઉછલ તાલુકાના પાટી બંધારા આશ્રમ શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સિકલ સેલ એનીમિયા શું છે તેના લક્ષણો સાવચેતી અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારીઓએ વિદ્યાર્થીઓને રોગ પ્રત્યે જાગૃત રહેવા અને સમયસર તપાસ કરાવવાના મહત્વ અંગે માહિતગાર કર્યા હતા તાપી જિલ્લા સેવા સદનના હોલમાં નીટની પરીક્ષાના આયોજન અંગે કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવાસદનના હોલમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી 21મી જૂને ને યોજાનારી નીટ પરીક્ષાનું સુચારુ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા કાયદો વ્યવસ્થા વીજપુરવઠો ઉમેદવારો માટેની જરૂરી સુવિધાઓ અને પરીક્ષાની પારદર્શિતા અંગે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા. આજે બુલેટીનમાં બસ આટલું જ અને ન્યુઝ ને લાઈક શેર કોમેન્ટસ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારની અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Drake Biography

Billie Eilish Biography

Oppo Reno 15

Oppo F31 Series

Recent Comments