નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું ન્યુઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના પનિયારીમાં બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો રૂપિયા 49000 ના દાગીનાની ચોરી વ્યારા તાલુકાના પનિયારી ગામે બંધ ઘરમાંથી રૂપિયા 49000 ના સોના ચાંદીનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે સુનીલભાઈ ભાઈ ગામિતના ઘરમાંથી વીટી કાનની બુટ્ટી, મંગળસૂત્ર અને સાકડા સહિતના દાગીના અજાણ્ય તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વ્યારાના ચાપાવાડી પાસે હિટ એન્ડ રન. બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામની સીમમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વડકુઈ ગામના રહેવાસી રિતેશ દસરિયાભાઈ ગામિત સગાઈ પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ અજાણીયો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બના વંગે કાકડાપાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વ્યારામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ 92000 ખેડૂતોને રૂપિયા 18.40 40 કરોડની સહાય વ્યારા સહીના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન અને પીએમ કિસાન ઉત્સવની દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23 માં હપ્તા હેઠળ તાપી જિલ્લાના 92,13 ખેડૂતોમાં ખાતામાં રૂપિયા 18.40 40 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી તાપીમાં યોજાનારી નીટ પરીક્ષા દરમિયાન કેન્દ્રોની આસપાસ પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું તાપી જિલ્લામાં 21મી જૂને યોજાનારી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આરઆર બોરાડે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ લોકોના એકત્ર થવા મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લાવવા લાઉડ સ્પીકર વગાડવા તેમજ ઝેરોસ ફેક્સ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉકાઈના વાકડિયા પુલ પાસે ટેંકર અને બાઈક અકસ્માત બાઈક સવાર ઈજાગ્રસ્ત. ઉકાઈના વાંકડિયા પુલ નજીક ટેંકર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી સોઘરના ઘૂટવેલમાં યુવતીએ ભીંડા નાખવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું સોઘર તાલુકાના ઘૂટવેલ ગામે રહેતી 19 વર્ષીય ઋત્વિકા ગામીતે કોઈક અગમ્ય કારણોસર ભીંડામાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગંભીર હાલતમાં તેને પ્રથમ સોંઘડ અને બાદમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બના વંગે પતિ રોશનભાઈ ગામિતે સોંગડ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અમો ગુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉછલમાં રૂપિયાપાંચ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ગ્રામજનોને મળશે રાહત. ઉછલ તાલુકામાં રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે રૂપિયાપાંચ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભીતભુંદ્રક ગામે રંગાવલી નદી પર રૂપિયાબે કરોડના ખર્ચે મેજર બ્રિજ તેમજ ભળભૂજા ગામે 3 કરોડના ખર્ચે નવો પાકો રોડ અને બોક્સ કલવડ જનતાને સમર્પિત કરાયો હતો વાલોડના કણજોડમાં પાંજરામાં દીપડીનું બચ્ચું કે થયું વન વિભાગ સતર્ક વાલોડ તાલુકાના કણજોડગામ ના પટેલ ફળયામાં એક ખેતરમાં ગોઠવાયેલા પાંજરામાં અંદાજે એક વર્ષનું દીપડીનું બચ્ચું ઝડપાયું હતું. ઘટનાની જાણ થતા વાલોડ વન વિભાગની ટીમ અને જીવદયાના ઇમરાનભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી દરમિયાન નજીકમાં દીપડી પણ આટાફેરા કરતી જોવા મળતા વધુ એક પાંજરું ગોઠવવામાં આવ્યું છે ઝડપાયેલા બચ્ચાને વન વિભાગના કબ્જામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બુલેટીનમાં બસ આટલું જ અને ન્યુઝ ને લાઈક શેર કોમેન્ટસ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત હમ

